user avatar
Vivekk Oza
@Vivekdoza
Journalist | મરવા પડેલા નાગરિક સમાજમા ધરાશયી થઈ રહેલી છેલ્લી દિવાલ !
Gandhinagar, India
Joined August 2011
Posts
  • user avatar
    બેડ ખૂટ્યા દંડ વસૂલ્યા રેમડેસિવિરમા પણ લૂંટ્યા દંડાથી નિર્દોષ ને કૂટ્યા પેપરો તો લગભગ બધા જ ફૂટ્યા અને બાકી હતુ તે પુલ પણ તૂટ્યા...!! માનવસર્જીત મોતના તાંડવના ૨૪ કલાક પછી પણ CBI, ED, NIA અને ભારતમા શ્રેષ્ઠતમ ATS ધરાવતી સરકાર જવાબદાર જાહેર કરી શકી નથી.
  • user avatar
    Replying to @YAJadeja @jitu_vaghani and 8 others
    ભાઈ, તમે ખરીદાયા નહી એટલે પહેલા ટ્વિટર હેક કર્યુ પછી ઘર ખાલી કરાવ્યુ અને હમણા તમારી સામે ફોજદારી ગુનો દાખલ થઈ રહ્યાનુ જાણ્યુ. આ બ્રિટિશરો ને પણ શરમાવે એવુ દમન છે. દબાવેલી સ્પ્રિંગ ઉછળે ત્યારે કોઇને છોડતી નથી !
  • user avatar
    ગુજરાતના સમૃદ્ધ શહેરના આ દ્રશ્યો તમારી સમક્ષ મૂકતા પહેલે કલાકો સુધી આંતરદ્વંદ ચાલ્યો છે. મોકલનાર મિત્રએ "હિન્દુ- મુસ્લિમ, બુલડોઝરબાજીમાંથી સમય મળે તો વિચારજે" એમ લખ્યુ છે. મારી પાસે શબ્દો નથી,અસમાનતાની સખત શરમ છે. જે તમને સૌને વહેંચી રહ્યો છુ. માફ કરશો @aput25 @DeepalTrevedie
    00:00
  • user avatar
    સરકારી કર્મચારી મહામંડળ- મોરચાના આગેવાનોએ કેમેરા સમક્ષ પડતર માંગણી ઉકેલવાની ઐતિહાસિક જાહેરાત કરી તેના 'વધામણા' આ રીતે થઈ રહ્યા છે. જૂના સચિવાલયમા મહામંડળની ઓફિસ અને સેન્ટ્રલ વિસ્ટામા પણ વિરોધનુ ગાન,નાચ ખાસ તમારા માટે... આજ દિવાળી કાલ દિવાળી ભાજપ તારી છેલ્લી દિવાળી.. @hdraval93
    00:00
  • user avatar
    ભાજપ આશ્રિતોનુ વધુ એક ભરતીકાંડ !આ વિડીયોમા દેખાય છે એ ભાજપના નેતા છે. GSRTCમા ડિરેક્ટરપદે હતા ! બાકીનુ બધુ આપે સાંભળવુ,જોવુ અને પછી 'હિજાબ'નો હિસાબ કરવો ! ન કરી શકો તો તમારા હિસ્સાની નોકરી કોમી વૈમનસ્યની હવામા 'દલાલ સ્ટ્રિટ'ને હવાલે મૂકવી જેથી એ બજાર વાઈબ્રન્ટ રહે 🙏 @YAJadeja
    00:00
  • user avatar
    "LRDનુ વેઇટિંગ નહિ ખુલે ત્યા સુધી ઉઘાડપગો ફરીશ" વિજાપુર નજીક આવેલા લાડોલ ગામના અરૂણ રબારીએ અઢી વર્ષથી પગમા ચપ્પલ પહેર્યા નથી. આશા રાખીએ આજે તેમની આ માનતા પૂર્ણ થાય. જય અંબે 🙏
  • user avatar
    ગુજરાતીઓનુ માનસિક સ્તર જોઇને મને શરમ આવે છે, તમને ? અંધભક્તિ, એકતરફી ભાષણો, તસ્વીરોના આવરણે આજે તમે ખુબ નાચી લ્યો ઘણુ કૂદી પણ લ્યો. ૧૦-૧૫ વર્ષ પછી નવી પેઢી તમને જ્યારે પૂછશે કે- "પપ્પા તમે ત્યારે શુ કરતા હતા ?" લખી રાખજો ત્યારે તમારી પાસે કોઇ જ જવાબ નહી હોય ! હજી પણ સમય છે.
    00:00
  • user avatar
    તસવીરમા દેખાય છે એ માણસ ૧૪મી ગુજરાત વિધાનસભાના સન્માનિય ધારાસભ્ય છે. હુ પાર્કિંગમા હતો ત્યા સામે કોંગ્રેસના @JoshiBhikhabhai ને ફૂટપાથ પર ઝાડના છાંયે નીચે બેસેલા જોયા ! આવા સરળ ધારાસભ્યનુ નામ તથાકથિત પત્રકારો પક્ષપલ્ટા સાથે જોડે ત્યારે ખુબ દુ:ખ થાય છે.
  • user avatar
    ૨૭ ફેબ્રુઆરીએ ગોધરાકાંડના બે દશકા થશે ! તે પૂર્વે માધ્યમો થકી ગુજરાતી જનમાનસમા એક નેરેટિવનો ટ્રેન્ડ સેટ થઇ રહ્યો છે. જેથી કોવિડ-19 મહામારીમા #ચક્રસેન રાજમા થયેલી અરાજકતાથી શરૂ કરીને નાગરીકોના ટેક્સમાંથી થયેલા કૌભાંડ- કાંડનો ગેરવહિવટ હાંસિયામા ધકેલાય !
  • user avatar
    પોણા બે દાયકાથી ગુજરાતમા એવી પેઢી તૈયાર થઈ રહી છે કે જે સરકારી સેવામા આવ્યા પછી Child Planning કરવાનુ પાંચ વર્ષ સુધી ટાળે છે ! આશા રાખીએ ૩૭૦ની કલમ હટાવનાર ડબલ એન્જિન સરકાર #ફિક્સવેતન નીતિ હટાવી સમાન કામ-સમાન વેતનના સિધ્ધાંતને અપનાવશે. જેથી ગુજરાતનો Happiness Indexની ગતિ ઉપર વધે !
    00:00
  • user avatar
    ઓનલાઈન : જેટલુ મશીન ખોટુ કરી શકે છે એટલુ માણસ પણ કરી શકતો નથી !
    આ બાબતે શું કહેશો ?? 💥આ દંપતી છે, અને કેટલા હોનહાર છે જે જોઈ શકો છો. માર્કસ પણ સરખા. વધારે પુરાવા માટે જો મેરેજ સર્ટીફીકેટ જોઈએ તો પણ મોકલી આપીશ. યોગ્ય તપાસ થાસે તો ઘણું બહાર આવશે. એક અઠવાડિયા પહેલા રૂબરૂ કાહિયું હતું, હજી કહું છું બહુ મોટા પાયે છબરડા થયા છે @AKRAKESHIAS1
  • user avatar
    #લોકજીવન : નવી પેઢીમા પોતાનો ધર્મ, રૂઢી, પરંપરા અને સમાજ જીવનનો રંગ, ઇતિહાસ ઉતારીને આગળ વધતા, પછાતપણાને તોડતા સુઇગામ તાલુકાનુ બેણપ ગામ. માઇક, સાઉન્ડ નથી છતાંય હ્રદયના તારને વાઇબ્રન્ટ કરી મૂકે એ રીતે ગરબા રમાય છે, નવરાત્રિ ઉજવાય છે. @hdraval93 @aravindchaudhri @DevangP65175441
    00:00
  • user avatar
    It's Too Heartful last Line "IPS પૈસા બહુ ખાય છે અને એ જ લોકો પગાર વધારવા દેતા નથી" - આ એમના છેલ્લા શબ્દો છે જો આ સરકાર ને સમજાય તો 🙏 કુલદીપસિંહ યાદવ અમદાવાદમા પોલીસ કોન્સ્ટેબલ હતા. તેમણે પત્ની અને બે વર્ષની દિકરી સાથે ૧૨માળેથી કૂદકો મારીને આપઘાત કર્યો છે.
  • user avatar
    આ હિન્દુત્વ નથી ! ગુજરાત પણ નથી ! નર્મદાના સેલંબામા બજરંગ દળની યાત્રા પરના પથ્થરમારાને એકતરફી રજૂ કરાઇ રહ્યો છે. પહેલા પરમીશન વગર યાત્રા કાઢવી, લઘુમતી ક્ષેત્રોમાંથી યાત્રા લઈ જવી, નારાબાજી કરી સૌને ઉશ્કેરવા, દૂકાનોમા લૂંટ ચલાવવી પછી એવુ કહેવુ કે - મુસ્લિમોએ પથ્થરમારો કર્યો !
    00:00
    00:00
    00:00
    00:00