user avatar
Hasmukh Patel
@Hasmukhpatelips
Chairman, Gujarat Public Service Commission. Standing for Change and Honesty, Parenting for peace, views are strictly personal, Likes, RTs are not endorsements
Gandhinagar, India
Joined May 2017
Posts
  • user avatar
    ઓએમઆર અપલોડિંગ તથા આન્સર કીનું કામ પૂર્ણ થયેલ હોય હવે હું સુઈ જાવ છું સહુનો ખુબ ખુબ આભાર.
  • user avatar
    મેં પંચાયત પસંદગી મંડળ નો ચાર્જ સંભાળી લીધો છે. જુનિયર ક્લાર્કની રદ થયેલી પરીક્ષા એપ્રિલ માસમાં લેવામાં આવશે.
  • user avatar
    લોક રક્ષક ભરતીની લેખિત પરીક્ષાની સફળ કામગીરી માટે ઘણા બધા લોકોએ ફોન અને મેસેજથી પોતાની લાગણીઓ વરસાવી છે. સૌને વ્યક્તિગત રીતે જવાબ આપી શકતો નથી તે માટે દિલગીર છું. પ્રમાણિકતા તથા ખરા દિલથી કરેલા પ્રયત્નોને બિરદાવવાનો આપ સૌનો અભિગમ મારા પ્રયત્નોને બળ આપે છે.સૌનો ખૂબ ખૂબ આભાર.
  • user avatar
    લોકરક્ષકની લેખિત પરીક્ષા 10 એપ્રિલ રવિવારના રોજ લેવામાં આવશે. #LRDS #LRD_ભરતી #LRD
  • user avatar
    મારા ઘરમાં હું આર ઓ પ્લાન્ટનો ઉપયોગ કરતો નથી કારણકે હું ઇચ્છું છું કે જાહેર સેવક તરીકે હું કોઈપણ વ્યક્તિના ઘરનું પાણી પી શકું. મારે મારા શરીરને એટલું નબળું નથી બનાવવું જેથી કોઈ ગરીબ માણસના ઘરનું પાણી પી ના શકુ.
  • user avatar
    પીએસઆઇ અને લોકરક્ષક ભરતી બોર્ડ ઓફિસ ટીમના અધિકારીઓ ને કર્મચારીઓએ છેલ્લા સાત મહિનાથી રજા કે રાત દિવસ જોયા વિના સતત મહેનત કરી છે. ગઈકાલે બંને ટીમના પી.એસ.આઇ પહેલીવાર રજા પર ગયા છે તેમના અથાગ પ્રયત્નો વિના ભરતીનું કામ આટલે પહોંચ્યું ન હોત તેમના માટે દિલમાં ખૂબ કૃતજ્ઞતાનો ભાવ થાય છે
  • user avatar
    પરીક્ષા નજીક આવે તેમ વાંચવાનું ના ગમે તેવું બને ખાસ કરીને જેઓએ લાંબા સમયથી સારી મહેનત કરી હોય તેમને વાંચવાનો કે પુનરાવર્તનનો કંટાળો આવે. આવા સમયે વિષય બદલવા પુસ્તકો બદલવા પ્રશ્નપત્રો કરવા મિત્રો સાથે ગ્રુપમાં વાંચવું સામસામે ચર્ચા કરવી વિગેરે કરવાથી સમયનો મહત્તમ લાભ ઉઠાવી શકાશે
  • user avatar
    લોકરક્ષક લેખિત પરીક્ષામાં 97.5 ટકા ઉમેદવારોએ ભાગ લીધો. આટલી મોટી સંખ્યામાં ઉમેદવારો હોય તેવી ભાગ્યે જ કોઈ સ્પર્ધાત્મક પરીક્ષામાં આટલા પ્રમાણમાં હાજરી જોવા મળે. આટલો પરિશ્રમ અને પ્રતિબદ્ધતા વાળા ઉમેદવારો આ પરીક્ષામાં સફળ થાય કે ન થાય જીવનમાં ચોક્કસ સફળ થશે. જરા પણ નિરાશ થશો નહીં.
  • user avatar
    મેં સિવિલ સર્વિસ પરીક્ષાના ચાર પ્રયાસોમાંથી ત્રણ વખત મેઇન પરીક્ષા પાસ કરેલ છે. પહેલા પ્રયાસ વખતે પરીક્ષાના 25 દિવસ પહેલા મને એવું લાગ્યું કે આટલા ટૂંકા સમયમાંતૈયારી ન થાય અને મેં પ્રયત્ન ન કર્યો અને માત્ર ૧૦ ગુણથી હું પરીક્ષામાં રહી ગયો. ક્યારેય પ્રયત્ન ન છોડવો.
  • user avatar
    ઘણાં જ્ઞાતિ સમાજોએ પોતાની જ્ઞાતિના પોલીસ ભરતીના ઉમેદવારો માટે રહેવાની વ્યવસ્થા કરેલ છે. જ્ઞાતિના ભેદભાવ વિના આપણે જ્યારે આવી વ્યવસ્થા કરીશું ત્યારે આ ઉમેદવારોને પોલીસ બની જ્ઞાતિ ધર્મ આદિથી પર રહી તટસ્થતાથી કામ કરવાનો મજબૂત સંદેશો આપીશું. ચાલો વિચારીએ, ચાલો કરીએ. #LRD_ભરતી
  • user avatar
    પરમ દિવસની મારી ટવીટને પગલે ઉમેદવારે ભરતી બોર્ડનો સંપર્ક કર્યો અને આજે ગાંધીનગર એસીબી પોલીસે ભરતી માટે પૈસા પડાવનાર આરોપીને પકડી પાડી ગુનો નોંધ્યો. ઉમેદવારની હિંમત અને પ્રમાણિકતાને તથા એસીબીની ત્વરિત કામગીરીને હું બિરદાવું છું ચાલો સાથે મળી ભરતી માં ગરબડ કરનારને પકડી પાડીએ #lrds
  • user avatar
    લોકરક્ષકની લેખિત પરીક્ષામાં ૪૦થી વધુ ગુણ આવ્યા હશે તેમને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે તેવી મારા નામે ખોટી ટ્વીટ કરી ઉમેદવારોને ગુમરાહ કરનાર વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરવામાં આવેલ છે. કાર્યવાહી માટે સાયબર સેલ અમદાવાદનો ખુબ ખુબ આભાર.
  • user avatar
    લોકરક્ષકની લેખિત પરીક્ષા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયેલ છે. બે ચોરીની ઘટના સિવાય કોઈ ઘટના હજુ સુધી રીપોર્ટ થયેલ નથી.
  • user avatar
    ધન્ય છે એ યુવાઓને જે ગલીઓમાં, ખેતરોમાં ધૂળઢેફાઓમાં, પહાડીઓમાં દોડીને પોલીસ ભરતીની તૈયારી કરી રહ્યા છે. તેઓ ભરતીમાં સફળ થાય કે ન થાય પણ મને પાકી ખાતરી છે કે તેઓ જીવનમાં હંમેશા અગ્રેસર રહેશે.