જાણું છું, છતાં…
Anxiety
અરે ભાઈ, તું કેમ ભાગે છે આટલો?
ઘડીક માટે તો બેસ હવે,
આટલો મસ્ત છે આ ખાટલો!
સમજદાર રહેવા માટે ભાગે જ છૂટકો,
જો શાંતિથી બેસી રહું,
તો ચિત્ત થઇ જાય છે કટકો.
ક્યાં સુધી તું મારીશ કુદકો?
થોડી વાર તો જંપ,
બધું થાયે જ છે છૂટકો.
મારી વગર કે મારા વડે,
ખબર છે મને સારી રીતે,
થવાનું છે બધું એની જાતે;
પણ ના માને મન મારુ,
ભાગું નહીં હું જો કંઈ કરવા માટે.
Inspired by The Upanishads (Eknath Easwaran)


